પાવર પરચેઝના કરારનો ભંગ

પાવર પરચેઝના કરારનો ભંગ

પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ અદાણી પાવર ૯૪૦ મેગાવોટ અને ટાટા પાવર ૯૧૬ મેગાવોટ પાવરનો સપ્લાય આપવા બંધાયેલા છે.

 

આ રીતે એસ્સાર પાવર પણ ૫૧૨ મેગાવોટ સપ્લાય આપવા કાયદાથી બંધાયેલું છે. બીજી તરફ એસ્સાર પાવરે પણ તેને સરકાર સાથે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ સપ્લાય આપવો ન પરવડતો હોવાનું જણાવીને ૫૧૨ મેગાવોટના નિર્ધારિત સપ્લાય સામે જીયુવીએનએલને માત્ર ૩.૩ મેગાવોટનો સપ્લાય જ આપ્યો હતો.

 

અદાણી પાવરે ઓગસ્ટ ૨૦૧૪માં પણ ૨૭મીથી ૩૧મી ઓગસ્ટના ચાર દિવસ સુધી વીજ પુરવઠો અટકાવી દઈને પ્રજાની પરેશાનીમાં વધારો કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટને પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ નક્કી કરી આપવામાં આવેલા ભાવમાં વધારો કરી આપવાની તેમની માગણી ફગાવી દીધી તે પછી આ કંપનીઓએ પાવરનો સપ્લાય અટકાવી દઈને ગુજરાતમાં બળબળતા ઊનાળે પાવર ક્રાઈસિસ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે.