મારા પૈસા લઈ લો પણ મને પૈસા ચોરનાર ના કહો, માલ્યાએ ફરી ટ્વિટ કર્યુ

મારા પૈસા લઈ લો પણ મને પૈસા ચોરનાર ના કહો, માલ્યાએ ફરી ટ્વિટ કર્યુ

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકોની લોન ચુકાવવાની પોતાની ઓફર અને ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાપર્ણ સાથે કોઈ સબંધ નહી હોવાનુ ટ્વિટ માલ્યાએ કર્યુ છે. માલ્યાએ આજે પણ ટ્વિટર પર પોતાનો પક્ષ મુકતા કહ્યુ હતુ કે મારા પૈસા લઈ લો પણ મને પૈસા ચોરનાર ના કહો.

હાલમાં બ્રિટનની કોર્ટમાં માલ્યાના પ્રત્યર્પણની સુનાવણી ચાલી રહી છે. ભારત સરકાર પ્રયાસો કરી રહી છે કે બેંકોને 9000 કરોડનો ચૂનો લગાવીને બ્રિટન જતા રહેલા માલ્યાને પાછો લાવવામાં આવે. મિશેલને ભારત સરકાર દુબઈથી લઈ આવ્યા બાદ ગણતરીના કલાકોમાં બુધવારે માલ્યાએ ટ્વિટ કર્યુ હતુ કે હું બેંકોની 100 ટકા લોનની રકમ ચુકવવા તૈયાર છું પણ વ્યાજ નહી.