ભારતનું અર્થતંત્ર હાથીની જેમ લાંબા સમય સુધી દોડવાનું ચાલુ રાખશે: IMF

ભારતનું અર્થતંત્ર હાથીની જેમ લાંબા સમય સુધી દોડવાનું ચાલુ રાખશે: IMF

ભારતીય અર્થવ્યવસ્થા આગામી કેટલાક વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રના વિકાસ માટે પ્રમુખ સ્ત્રોત બની રહે છે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. વધુમાં આઇએમએફ જણાવે છે કે, ભારતને વધુ માળખાગત સુધારાઓ અમલમાં મૂકવાની સલાહ આપી છે. ભારતનું અર્થતંત્ર હાથીની જેમ લાંબા સમય સુધી દોડવાનું ચાલુ રાખશે.

આઇએમએફના ભારત માટેના મિશન ચીફ રાનિલ સાલગાડોએ કહ્યું છે કે, ભારત પરચેઝિગ પાવર પેરિટીના માપદંડ હેઠળ વૈશ્વિક આર્થિક વિકાસમાં ૧૫ ટકા ફાળો આપે છે જે ઉલ્લેખનીય છે. ભારત કરતા માત્ર ચીન અને અમેરિકા જ આગળ છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતનું વેપાર સ્તર ચીન કરતા ઓછું છે. આમ છતાં ભારતનો ફાળો ૧૫ ટકા છે જે મહત્ત્વપૂર્ણ છે. આઇએમએફએ જીએસટીને મોટી સિદ્ધિ ગણાવી હતી. જો કે આઇએમએફએ ભારતને જીએસટી દરનું સરળ માળખું રાખવાની સલાહ આપી છે.

આઇએમએફએ જણાવ્યું છે કે, ભારતમાં ૩૦ વર્ષ પછી કાર્ય કરી શકે તેવા યુવાનોની સંખ્યામાં ઘટાડો થવાનો શરૃ થશે. એટલે કે ભારતમાં લાંબા ગાળા સુધી ઉંચો આર્થિક વિકાસ દર જળવાઇ રહેશે. આવી તક એશિયા અને વિશ્વના ખૂબ જ ઓછા દેશો પાસે છે.