ફિચે ઘટાડ્યુ ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન, રોકડની તંગીને ગણાવ્યુ કારણ

ફિચે ઘટાડ્યુ ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન, રોકડની તંગીને ગણાવ્યુ કારણ

હાલના નાણાકીય વર્ષ 2018-19 માટે  ગ્લોબલ રેટિંગ એજન્સી ફિેચે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યુ છે.

આર્થિક મોરચા પર ફિચે મોદી સરકારને ઝાટકો આપ્યો છે. સાથે સાથે મોદી સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉભા કર્યા છે. એજન્સીનુ કહેવુ છે કે ભારતની જીડીપીના આંકડા આશા પ્રમાણે નહી રહે. બજારમાં રોકડની તંગીને ધ્યાનમાં રાખીને અનુમાન ઘટાડવામાં આવ્યુ છે.

જ્યારે ફિચે આગાહી કરી છે કે 2019 20ના નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 7 ટકા અને 2020 21માં 7.1 ટકા કહેશે. આ પહેલા 2019 20 માટે એજન્સીએ વિકાસ દર 7.5 ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે. ફિચે એવી પણ આગાહી કરી છે કે 2019ના વર્ષના અંત સુધીમાં ડોલરની સરખામણીએ રુપિયો ગગડીને 75 સુધી પહોચી શકે છે.