રાજકોટની ૩ સહકારી બેંકોમાં રીઝર્વ બેંકનું ઈન્સ્પેકશન

રાજકોટની ૩ સહકારી બેંકોમાં રીઝર્વ બેંકનું ઈન્સ્પેકશન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી રાજકોટમાં સહકારી બેન્કોના ડીમોનેટાઈઝેશન સંબંધી ઈન્સ્પેકશન માટે આરબીઆઈની ત્રણ ટીમોએ ગઈકાલથી રાજકોટમાં આવ્યાનું જાણવા મળે છે. પ્રત્યેક ટીમમાં સવારથી બબ્બે ઓફિસરો છે.

      ગઈકાલ પ્રાથમિક તબક્કે રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક (આરસીસી બેંક) વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક (વિજય બેંક) અને ધરતી બેંકમાં ઈન્સ્પેકશન શરૂ થઈ ગયુ છે જે આજે પણ ચાલુ રહેવાની સંભાવના છે.

      આ ચકાસણીમાં નોટબંધી બાદની તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી થઈ રહ્યાનું પણ જાણવા મળે છે.

      આરસીસી બેંકના ટોચના વર્તુળોનો સંપર્ક કરતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી મોકલવામાં આવેલ પરિપત્રો અને આદેશો અનુસાર જ તમામ કાર્યવાહી થયેલ હોય કોઈ જ વાયોલેશન જોવા મળેલ નથી.

      અન્ય બેંકોની વિગતો મેળવાઈ રહી છે. આવતીકાલે અન્ય બેંકોમાં પણ તપાસ હાથ ધરાશે તેમ માહિતગાર વર્તુળો માની રહ્યા છે.

      આ અંગે વિજય કોમર્શીયલ બેંકના સર્વેસર્વા એવા ઘેટીયાનો સંપર્ક સાધતા તેમણે  ને જણાવ્યુ હતુ કે રીઝર્વ બેંકની કોઈ ટીમ અમારે ત્યાં તપાસ માટે આવી નથી   ,    પરંતુ એવુ ચર્ચાય છે કે રીઝર્વ બેંકને આ બેંકના કેટલાક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું જાણમા આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બેંકમાં અનેક કોન્ટ્રાકટરો અને ફાયનાન્સરોના ખાતાઓ હોવાનુ પણ કહેવાય છે.

 

સોર્સ:અકિલા