નીરવ ઇફેક્ટ : પહેલા ક્વાર્ટરમાં PNBને 940 કરોડનુ નુકસાન

નીરવ ઇફેક્ટ : પહેલા ક્વાર્ટરમાં PNBને 940 કરોડનુ નુકસાન

નીરવ મોદીએ આચરેલા જંગી બેન્ક કૌભાંડની અસર પંજાબ નેશનલ બેન્ક પર દેખાઈ રહી છે. 2018-19ના પહેલા ક્વાર્ટરમાં પંજાબ નેશન બેન્કને 940 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. ગત વર્ષે આ જ ક્વાર્ટર દરમિયાન બેન્કે 343 કરોડનો નફો કર્યો હતો.

ભારતની સૌથી મોટી ચોથા નંબરની બેન્ક ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ગત નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં બેંકને 13417 કરોડનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ. એ પછી સતત બીજા ક્વાર્ટરમાં બેન્કને ખોટ ગઈ છે.

આ ખોટ બેન્કે નીરવ મોદીના લોન કૌભાંડ બાદ નોધાવી છે. નીરવ અને તેના મામા મેહુલ ચોકસીએ મુંબઈની એક બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ સાથે મળીને બેન્કને હજારો કરોડનો ચૂનો ચોપડ્યો છે અને બંને વ્યવસાયીઓ હાલમાં દેશની બહાર છે.