૬૦ લાખથી વધુ  ખાતાઓમાં ૨-૨ લાખરૂપિયા  જમા થયાઃ

૬૦ લાખથી વધુ  ખાતાઓમાં ૨-૨ લાખરૂપિયા  જમા થયાઃ

નાણામંત્રી અરૂણ જેટલીની તરફથી ટેકસ વસૂલીના આંકડા રજુ કર્યા બાદ બેંક ખાતામાં આવેલા કેશની જાણકારી સામે આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે   ,    ૬૦ લાખથી વધુ બેંક ખાતામાં ૨-૨ લાખ રૂપિયાથી વધુ રોકડા જમા કરવામાં આવ્યા. અધિકારીના જણાવ્યા મુજબ નોટબંધી બાદ અઘોષિત આવકના ૩ થી ૪ લાખ કરોડ રૂપિયા બેંકમાં જમા થયા. તેઓએ જણાવ્યું કે   ,    ઇન્કમટેકસ વિભાગ તેની વિસ્તૃત તપાસ કરી રહ્યું છે.

      અધિકારીએ જણાવ્યું કે   ,    લોકોએ લોન રી-પેમેન્ટમાં ૮૦ હજાર કરોડ રૂપિયા રોકડા આપ્યા   ,    તેમજ ખાલી પડેલા ખાતામાં પણ ૨૫ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા   ,    તેના મુજબ આયકર વિભાગ અને ઇડી દ્વારા કો-ઓપરેટીવ બેંકોના વિવિધ ખાતામાં જમા કરવામાં આવેલી ૧૬ હજાર કરોડ રૂ.થી વધુની રકમની તપાસ ચાલી રહી છે.

      સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના રાજ્યોના વિવિધ બેંક ખાતામાં ૯ નવેમ્બર બાદ ૧૦   ,   ૭૦૦ કરોડ રૂપિયા રોકડા જમા કરવામાં આવ્યા   ,    ઉલ્લેખનીય છે કે   ,    નોટબંધી બાદ વિવિધ સરકારી વિભાગોના લટકી રહેલા બિલ પણ ભારે પ્રમાણમાં ભરવામાં આવ્યા. ખાસ કરીને વીજ કંપનીઓ માટે નોટબંધી ખુશખબરી લઇને આવી લોકોએ લાંબા સમયથી અટકી પડેલા બિલ રોકડે ચુકવી દીધા.