PM મોદીએ હરિદ્વાર ખાતે પતંજલિના આયુર્વેદ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ હરિદ્વાર ખાતે પતંજલિના આયુર્વેદ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

બાબા રામદેવે PM મોદીને રાષ્ટ્ર ઋષિનાં રૂપમાં સન્માનિત કર્યાં. જવાબમાં મોદીએ કહ્યું કે તમે આ રીતે સન્માનિત કરીને જવાબદારીઓ વધારી દીધી છે.

વડાપ્રધાને યોગગુરૂ રામદેવની આયુર્વેદિક રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટનું ઉદ્ઘાટન કર્યા બાદ સંસ્થાનું નિરીક્ષણ કર્યું અને તેની ખાસિયતો અંગે જાણકારી મેળવી. હરિદ્વારમાં વડાપ્રધાન મોદીનું અભિવાદન કરતા યોગગુરૂ રામદેવે કહ્યું કે મોદીએ દેશનું ગૌરવ વધાર્યું છે અને મોદી દેશને વરદાનનાં રૂપમાં મળ્યા છે. તેમનું રાષ્ટ્ર ઋષિનાં રૂપમાં સન્માન થવું જોઇએ. તેઓ રાષ્ટ્ર ઋષિનાં રૂપમાં હંમેશા યાદ કરવામાં આવશે.