iPhone 8 આ વર્ષે નહિ થાય લોન્ચ

iPhone 8 આ વર્ષે નહિ થાય લોન્ચ

આઈફોન 8 મોડો લોન્ચ થશે, ત્યાં હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈફોન 8 આ વર્ષે લોન્ચ નહિ થાય.

રિપોર્ટ અનુસાર એપ્પલ આ વર્ષે માત્ર iPhone 7S અને iPhone 7S Plus માટે ઓર્ડર લેશે, કારણ કે આ બંને ફોનને કંપની આ વર્ષે લોન્ચ કરશે. આઈફોન 7s અને આઈફોન 7s પ્લસ, આઇફોન 7નું અપગ્રેડ વર્ઝન હશે. Foxconn ના જણાવ્યા અનુસાર નવા આઈફોનના પેકેજિંગ મટિરિયલની સપ્લાય જુનના અંતમાં શરુ થશે. આવામાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર સુધી કંપની આઈફોન 7s અને આઈફોન 7s પ્લસને આઈફોન 8 ની જગ્યાએ લોન્ચ કરી શકે છે.