હવે રૂ. 501નો સ્માર્ટફોન! 2 GB RAM, ફિંગર પ્રિન્ટ સેન્સર, 16 GB મેમરી

હવે રૂ. 501નો સ્માર્ટફોન! 2 GB RAM, ફિંગર પ્રિન્ટ સેન્સર, 16 GB મેમરી

નવી દિલ્હીઃવિશ્વના સૌથી સસ્તા સ્માર્ટફોન ફ્રીડમ 251 સામે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. રૂ. 501માં નવી ચેમ્પવન સીઆઈ ડિવાઇસ આવી રહી છે કે જે ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપરાંત 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી ધરાવે છે. 

રજીસ્ટ્રેશન કર્યા બાદ મળશે 501 રૂપિયામાં સ્માર્ટ ફોન


- ChampOne C1 સ્થાનિક સ્ટાર્ટઅપ ચેમ્પવન કોમ્યુનિકેશન્સ દ્વારા વિકસાવવામાં આવેલો સ્માર્ટફોન છે. 
- જોકે, ઉપરોક્ત કિંમત તેના સેલ્સ પ્રમોશન માટે રાખવામાં આવી છે. 
- જ્યારે આખા દેશમાં લોન્ચ કરી દેવામાં આવશે ત્યારે તે રૂ. 8000ની આસપાસ મળશે. 
- ફોન ખરીદવાના રજિસ્ટ્રેશન માટે 22 ઓગસ્ટથી ચેમ આઈ ઇન્ડિયાની વેબસાઈટ પર ઉપર નોંધણી શરૂ કરવામાં આવી છે. 
- નોંધણી કરાવ્યા બાદ ગ્રાહકોને સ્માર્ટફોન રૂ. 501માં ખરીદવાની તક મળશે.

 

શું છે ફોનના ફીચર્સ...

 

- ફોનમાં 5 ઈંચ આઈપીએસ ડિસ્પ્લે અને 1.3 જીએચઝેડ ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
- તેમાં પાછળની બાજુ 8 એમપી અને આગળની બાજુ 5 એમપીનો કેમેરા આપવામાં આવ્યો છે. 
- પહેલું ફ્લેશ સેલ 2 સપ્ટેમ્બરના રોજ કેશ-ઓન-ડિલિવરી મોડ મારફતે શરૂ કરવામાં આવશે.