2જી ઓગસ્ટે સેમસંગ લૉન્ચ કરશે હાઇટેક ફોન, પ્રોસેસર-બેટરી હશે પાવરફૂલ

2જી ઓગસ્ટે સેમસંગ લૉન્ચ કરશે હાઇટેક ફોન, પ્રોસેસર-બેટરી હશે પાવરફૂલ

સેમસંગ 2જી ઓગસ્ટે પોતાનો હાઇટેક અને સૌથી પાવરફૂલ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 7 લૉન્ચ કરશે. આને લઇને કેટલીક ઇન્ફોર્મેશન પણ લીક થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે, કેટલાક રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રોસેસર અને બેટરી હાઇટેક હશે. 

 

એક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગેલેક્સી નોટ 7 ક્વાલકૉમનું સૌથી ફાસ્ટ પ્રોસેસર અને 4000 mAhના બેટરી પાવર હશે. આ ફોન કંપનીનું વર્ષનું સૌથી મોટું લૉન્ચિંગ હશે અને સપ્ટેમ્બરમાં લૉન્ચ થનારા એપલના આઇફોનને જબરદસ્ત ટક્કર આપશે. એવું પણ મનાઇ રહ્યું છે કે, આઇફોનનો મોટો કૉમ્પિટીટર બનવા આમાં કેટલાક સ્પેશ્યલ ફિચર્સ જોડવામાં આવ્યા છે.

 

* શું હશે ફોનમાં ખાસ

- GSMHelpdeskના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગેલેક્સી નોટ 7માં 5.8 ઇંચની ડ્યુલ-એજ ડિસ્પ્લે હશે. 
- તેનું રિઝોલ્યૂશન 2560x1440 પિક્સલનું હશે. 
- ફોનમાં સૌથી ફાસ્ટ ઓક્સીનૉસ પ્રોસેસર આપવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. 
- રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન ક્વાલકૉમના સૌથી લેટેસ્ટ સ્નેપડ્રેગન 823 ચિપસેટવાળો હશે. 
- તેની સાથે 6GB રેમ હશે. 
- હેન્ડસેટમાં 12 મેગાપિક્સલના રિયર કેમેરાની સાથે એક ડ્યુલ પિક્સલ સેટઅપ હોવાની પણ શક્યતા છે. 
- આમાં 4000 mAh પાવરની બેટરી હોવાની પણ વાત સામે આવી છે.  

 

* ક્યારે અને ક્યાં થશે લૉન્ચિંગ ઇવેન્ટ 

- સેમસંગે એક એનાઉન્સ પોસ્ટ શેર કરી હતી તેમાં લખ્યું હતું કે, 2જી ઓગસ્ટે ન્યૂયોર્કમાં કંપની એક ઇવેન્ટ દરમિયાન ગેલેક્સી નોટ 7 લૉન્ચ કરશે. 
- લૉકલ ટાઇમ અનુસાર, ઇવેન્ટ 8:30 વાગે શરૂ થશે. 
- પોસ્ટમાં એવું પણ છે કે, ન્યૂયોર્ક, લંડન અને રિયો ડે જાનેરિઓમાં એકસાથે લૉન્ચિંગ ઇવેન્ટ હૉસ્ટ કરવામાં આવશે.  
- કંપનીએ 'ગેલેક્સી નોટ અનપેક્ડ 2016' નામથી એક ટીજર પણ રજૂ કર્યું હતું.