મર્સિડિઝે લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી SUV

મર્સિડિઝે લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી SUV

કારની કિંમત 3.34 કરોડ રૂ. છે. કંપની શરૂઆતમાં 99 એસયુવીનું પ્રોડક્શન કરશે. 7 ફૂટલાંબી આ શાનદાર એસયુવી બહુ સ્ટાઇલિશ છે. કંપનીનો દાવો છે કે આ એસયુવી ખરાબ રસ્તાઓ પર પણ સડસડાટ દોડશે.

આ કારની ઇન્ટિરિયરની વાત કરીએ તો મેબૈક જી 650 લૈંડોલેટની કેબિન કોઈ 7 સ્ટાર હોટેલથી ઓછી નથી. એમાં હાઇ ગ્રેડ ટેમ્પરેચર લેધર સીટ, ફ્રન્ટ સીટ પર મસાજિંગ ફિચર, ટેમ્પરેચર કંટ્રોલ્ડ કપહોલ્ડર્સ, ફોલ્ડિંગ ટેબલ્સ, પ્રાઇવસી માટે ગ્લાસ પાર્ટિશન અને રિયર રૂફ જેવી સુવિધાઓ છે. એન્ટરટેઇનમેન્ટ માટે દરેક સીટ સામે વિડિયો ડિસ્પ્લે લગાવવામાં આવ્યો છે. પ્રાઇવેસી માટે એમાં ખાસ ઇલેકટ્રોનિક બટન દેવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને તમે ગ્લાસ પાર્ટિશનનો ઉપયોગ કરીને તમે પોતાની જાતને સેપરેટ કરી શકો છો.