ભૂલી જાવ સેલ્ફ ડ્રાઈવિંગ કાર! મર્સિડીઝ બનાવશે લક્ઝરી ઈલેક્ટ્રીક ‘મેબેક-6’

ભૂલી જાવ સેલ્ફ ડ્રાઈવિંગ કાર! મર્સિડીઝ બનાવશે લક્ઝરી ઈલેક્ટ્રીક ‘મેબેક-6’

ઈન્ટરનેશન:મર્સિડીઝ બેંઝે વિઝન મર્સિડીઝ-મેબેક 6ની ડિઝાઈન રજૂ કરી હતી. મેબેક 6 અંદાજે 6 મીટર (19.6 ફૂટ) લાંબી છે. કંપનીના કહેવા પ્રમાણે મેબેક 6ને પાંચ મિનિટના ચાર્જથી 100 કિમી સુધી ચાલશે. આ કારને એક કોન્સેપ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. મેબેક 6ને સ્પીડબોટ પણ કહેવામાં આવે છે.  

5 મિનિટમાં 100 કિમી

 

- કંપનીની અન્ય કાર્સની જેમ જ આગળ મોટું બોનેટ અને લોગો હશે.
- બમ્પરની નીચે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ફ્રન્ટ પર લાગેલી ગ્રીલ સાથે મેચ થાય છે.
- મેબેક 6માં ગૂન વિંગ્સ ડોર્સની સુવિધા રાખવામાં આવી છે.
- જો કે મેબેક 6નો પાછળના ભાગની ડિઝાઈન અને લાઈટ્સ પોર્શની ગાડીઓ જેવો જ લૂક છે.

 

કેવું છે ઈન્ટિરિયર?

 

- કારનું એક્સટીરિયર જૂની ગાડીઓની યાદ અપાવે છે, પરંતુ અંદર મોડર્ન ટેક્નોલોજીથી સજ્જ છે.
- કારની અંદર વૂડ અને સોફ્ટ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટી સી ટચસ્ક્રીન લગાવવામાં આવી છે.
- ગ્લાસ સ્ક્રીનની મદદથી સીટને ઈડજસ્ટ કરી શકાશે.
- મોટી સ્ક્રી જેસ્ચર-કંટ્રોલ્ડ HUD તરીકે કામ કરશે. ડ્રાઈવર સહિત અન્ય સીટ પર સેંસર્સ લગાલા હશે.
- તો ક્લાઈમેન્ટ કંટ્રોલ, સીટ ગ્લાસ અને કેબિન લાઈટિંગ તો ખરી જ

 

મેબેક 6 સાથે જોડાયેલી ખાસ વાતો

 

- પેટ્રોલ પાવરની જગ્યાએ મેબેક ઈલેક્ટ્રિક મોટરથી દોડશે, આઉટપુટ 550 કિલોવોટ (750 હોર્સપાવર)
- રેંઝ 500 કિમી સુધી વાયરલેસ ચાર્ઝિંગ સિસ્ટમ
- 350 કે ડબલ્યૂ, ડી.સી. ચાર્ઝિંગ સિસ્ટમની મદદથી આ કાર 5 મિનિટ ચાર્જ કરવા પર 100 કિમી સુધી ચાલશે.
- 4 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડશે.
- ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક