31 માર્ચ પછી પણ ફ્રિ રહશે રિલાયન્સ JIO

31 માર્ચ પછી પણ ફ્રિ રહશે રિલાયન્સ JIO

ઈન્ટરનેટ સાથે સાથે વોઈસ કોલિંગ પૂરી રીતે ફ્રિમાં આપી રહ્યું છે. એક એવા સમાચાર આવી રહ્યાં છે કે, 31 માર્ચ પછી પણ નવો ટેરિફ પ્લાન રિલાયન્સ જિયો લોન્ચ કરવા જઈ રહી છે, જે પ્લાન પ્રમાણે કોલિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. જિયો યૂઝર્સને માત્ર ઈન્ટરનેટ વાપરાશ માટે 100 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે, જે 3 મહિના સુધી એટલે કે, 30 જૂન સુધી માન્ય ગણાશે.

ઈટીની ખબર અનુસાર રિલાયન્સ જિયો હજુ પણ લોકોને પરવડે તેવી યોજના પર કામ કરી રહ્યું છે. પાછલા પાંચ સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ રિલાયન્સ ઈન્ફોકોમ સર્વિસ જિયોના ગ્રાહકોની સંખ્યા 7.24 કરોડ થઈ ગઈ છે. ફ્રિ કોલિંગ અને ડેટા સર્વિસની મદદથી કંપનીએ સતત નવા ગ્રાહકો કંપની સાથે જોડ્યા છે

31 માર્ચથી થોડા સમય પહેલા ઘણા ગ્રાહકો જિયોની સિમ બંધ પણ કરી દે ! લોકોને હાલમાં ફ્રિ ઈન્ટરનેટ અને કોલિંગ મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંપની પૈસા લેવાની શરૂઆત કરશે તો ગ્રાહકોની સંખ્યા પણ ઓછી થઈ જશે.સોર્સ;સંદેશ ન્યૂઝ