પલ્સર આરએસ200 બાઇકસવારને ઇન્ટરનેશનલ પર્ફોમન્સ આપશે

પલ્સર આરએસ200 બાઇકસવારને ઇન્ટરનેશનલ પર્ફોમન્સ આપશે

પલ્સરની આ પુનરાવૃત્તિ કમ્પ્લાયન્ટ એન્જિન સાથે લોન્ચ થઇ છે અને તેમાં બે નવા કલરના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

નવી પલ્સર આરએસ200 માં કલરના બે વિકલ્પો ઉપલબ્ધ છે, રેસિંગ બ્લૂ અને ગ્રેફાઇટ બ્લેક. જૂના મોડલના કલર હવે બંધ કરવામાં આવ્યા છે. નવી પ્લસર આરએસ200માં ફ્રન્ટ ફેન્ડર પાસે, લોઅર અને ફાયરિંગ પેનલ પાસે તથા ટેઇલ સેક્શનમાં સિલ્વર અને બ્લૂ એક્સેન્ટ જોવા મળે છે

આ નવી પલ્સર આરએસ200ના બે મોડેલ બજારમાં ઉપલબ્ધ છે, એબીએસ અને નોન-એબીએસ. નોન-એબીએસ મોડેલની કિંમત રૂ.1,21,881 એક્સ-શોરૂમ(દિલ્હી) છે, જ્યારે કે એબીએસ મોડેલની કિંમત રૂ.1,33,883 એક્સ-શોરૂમ(દિલ્હી) છે.

બજાજે તેનું અન્ય મોડેલ 200એનએસ પણ ભારતમાં BS-IV એન્જિન અને નવા કલર સાથે લોન્ચ કર્યું છે. આ લોન્ચ સાથે જ બજાજે પોતાની આખી પલ્સર રેન્જ BS-IV એમિનેશન ધોરણોથી સજ્જ કરી છે.